શું તમે વધારે ફોટા અને ચાર્ટ ધરાવતા તમારા ઓફિસ ડોક્યુમેન્ટ્સના કામથી કંટાળી ગયા છો?

તમે માત્ર એક ક્લિકમાં તમારા બધાજ ફોટા અને ચાર્ટને રિસાઈજ કરી શકો છો.

શું તમે VBA કોડિંગ વિશે સાંભળ્યું છે? જો નહીં, તો ચાલો એક મિનિટમાં શીખીએ.

સૌપ્રથમ તમારૂ MS word ડોક્યુમેન્ટ ખોલો જેમાં તમારી પાસે એવા ફોટા અને ચાર્ટ હોય જેની સાઈઝ એક સાથે બદલવાની જરૂર છે.


પછી, જો તમારા મેનુ બાર માં Developer વિકલ્પ ટેબ નથી, તો નીચેની પ્રોસેસ ફોલો કરો.

- સૌ પ્રથમ મેનુ ટેબ પર રાઇટ ક્લિક કરો.




- ત્યારબાદ C
ustomize quick access toolbar અથવા Customize the Ribbon વાળા ઓપસન પર ક્લિક કરો.

- હવે  Customize ribbon tab ને સિલેક્ટ કરીને  choose command from વાળા ઓપસન ના drop down list માથી Main tabs સિલેક્ટ કરો.


- હવે Developer tab પર ક્લિક કરીને ADD બટન પર ક્લિક કરી OK પર ક્લિક કરી દો


-હવે Developer menu tab સિલેક્ટ કરીને Visual Basic editor વાળા બટન પર ક્લિક કરો.


-હવે નીચે આપેલ સ્ક્રીનસોટ મુજબ બીજા બટન ના એરો પર ક્લિક કરી લિસ્ટમાં દેખાતા Module પર ક્લિક કરો અને પછી નવી  module window ખૂલસે તેમાં નીચે આપેલ કોડ કોપી - પેસ્ટ કરી દો.






ફોટા રિસાઈજ કરવા માટેનો કોડ :

Sub resize()
Dim x As Long
With ActiveDocument
For x = 1 To .InlineShapes.Count
With .InlineShapes(x)
.Height = InchesToPoints(2)
.Width = InchesToPoints(3)
End With
Next x
End With
End Sub

- ઉપરના કોડ માં (2) અને (3) ની જગ્યાએ તમારે જે સાઈઝ ના ફોટા જોઈતા હોય તે મુજબ height અને width લખી દો.


-હવે ઉપર Run Sub / User form બટન પર ક્લિક કરો અથવા F5 કી દબાવો. ત્યારબાદ View Microsoft Word ના સિમ્બોલ પર ક્લિક કરો અથવા Alt+F11 કી દબાવો. આટલા સ્ટેપ પૂરા કરવાથી તમારી MS Word ફાઈલમાં રહેલા બધાજ ફોટા એક સરખી સાઈઝ ના થઈ જશે.

આશા છે કે તમને તમારા જરૂરિયાત મુજબ સામૂહિક ફોટાની સાઈજ બદલવા માટેની  એક સરળ પદ્ધતિ મળશે. આ એક્સેલ, પાવરપોઈન્ટ જેવા દરેક ઓફિસ પેકેજોમાં પણ કામ કરી શકાય છે. આભાર.

If you find my content good, Please like, follow and subscribe as well.