સરકારે 31મી માર્ચ સુધી આધાર કાર્ડ અને પાન કાર્ડ લિન્ક કરાવવાની મુદ્દત આપી છે. ત્યારે 1000 રૂપિયાનો દંડ ભરીને આધાર કાર્ડ અને પાન કાર્ડ લિન્ક કરાવી શકશો. જો લિન્ક નહીં હોય તો તમારું પાન કાર્ડ નિષ્ક્રિય એટલે કે રદ્દ થયેલું ગણાશે. ત્યારે આવો આ આર્ટિકલમાં જોઈએ કે જો પાન કાર્ડ અને આધાર કાર્ડ લિન્ક નહીં હોય તો કયા લાભ મળવાના બંધ થઈ જશે.



જો આધાર-પાન કાર્ડ લિન્ક નહીં હોય તો...


- ટેક્સદાતાઓ ITR ફાઇલ કરી શકશે નહીં અને આઈટીઆર ક્લેમ કરી શકશે નહીં.

- બાકીનું રિટર્ન ભરી શકાશે નહીં અને રદ્દ થયેલા પાન કાર્ડને બાકીનું રિફંડ આપવામાં આવશે નહીં.

- TCS/TDS મોટા પ્રમાણમાં લાગુ થશે

- TCS/TDS ક્રેડિટ ફોર્મ 26ASમાં દેખાશે નહીં અને TCS/TDS પ્રમાણપત્ર મળી શકશે નહીં.

- કરદાતાઓ શૂન્ય TDS માટે 15G/15H સબમિટ કરી શકશે નહીં.

- બેન્ક ખાતું ખોલાવી શકશે નહીં

- ક્રેડિટ કે ડેબિટ કાર્ડ મળી શકશે નહીં

- 50 હજારથી વધુ મ્યુચ્યુલ ફંડના યુનિટ ખરીદી શકશે નહીં.

- 50 હજારથી વધુની રકમ એક દિવસમાં બેન્ક અથવા પોસ્ટ ઓફિસમાં રોકડ સ્વરૂપે જમા કરી શકાશે નહીં.

- એક દિવસમાં 50 હજારથી વધુની રોકડ બેન્ક ડ્રાફ્ટ અથવા પે ઓર્ડરની ખરીદી કરી શકાશે નહીં.

- રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા વ્યાખ્યાયિત થયેલા એક અથવા વધુ પ્રિપેઇડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ માટે બેન્ક ડ્રાફ્ટ, પે ઓર્ડર અથવા બેન્કર ચેક દ્વારા એક નાણાંકીય વર્ષમાં 50 હજારથી વધુ રકમની ચૂકવણી કરી શકાશે નહીં.

- કોઈપણ વ્યક્તિ 2 લાખ રૂપિયા પ્રતિ ટાન્ઝેક્શન કરતાં વધુ માલ કે સેવાઓનું વેચાણ અથવા ખરીદી કરી શકશે નહીં.


પાન કાર્ડ અને આધાર કાર્ડ લિન્ક કરાવવું કેમ જરૂરી છે?


જો આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિન્ક નહીં કરેલું હોય તો પાન કાર્ડ રદ્દ ગણવામાં આવશે.

- ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે પણ આધાર-પાન કાર્ડ એકબીજા સાથે લિન્ક હોવા જરૂરી છે. નહીંતર IT વિભાગ ITR રિજેક્ટ કરી શકે છે.

- કોઈપણ સરકારી સેવાનો લાભ મેળવવા માટે આધાર-પાન કાર્ડ લિન્ક હોવું જરૂરી છે. જેમ કે, પાસપોર્ટના એપ્લિકેશન માટે, સબસિડી મેળવવા માટે અને બેન્ક એકાઉન્ટ ખોલાવવા માટે.

- જો પાન-આધાર કાર્ડ લિન્ક નહીં હોય તો પાન કાર્ડ ખોવાઈ ગયા બાદ નવું પાન કાર્ડ મેળવવા માટે મુશ્કેલી થશે.


કયા કેસમાં પાન કાર્ડ અને આધાર કાર્ડ લિન્ક હોવું જરૂરી નથી.


- જમ્મુ અને કાશ્મીર, આસામ અને મેઘાલય રાજ્યોમાં રહેતી વ્યક્તિઓ.

- આવકવેરા અધિનિયમ, 1961 મુજબ બિન-નિવાસી કરપાત્ર વ્યક્તિ.

- 80 વર્ષથી વધુ ઉંમરના લોકો (સુપર સિનિયર સિટિઝન્સ).

- જે વ્યક્તિઓ ભારતના નાગરિક નથી.


તમારું આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક છે કે તે કેવી રીતે ચેક કરશો?


આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક છે કે નઈ તે ચેક કરવા માટે નીચે આપેલ વીડિયો જુઓ.


વિડિયો જોવા અહી ક્લિક કરો