ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના ૨૦૨૨ |
ગુજરાત સરકાર દ્વારા ખેડુતો ના વિકાસ અને તેઓનાં હિત માટે ઘણાં પ્રકારની યોજનાઓ સરકાર દ્વારા અમલ મા મુકેલ છે. જેનાથી ખેડુતો નો ઘણો આર્થિક તેમજ સામાજિક વિકાસ થાય છે. જેમાંની Farmer Smartphone Scheme Gujarat ikhedut Portal 2022 દ્વારા ખેડૂતોને મોબાઈલ મા સહાય આપવામા આવશે જેના થી ખેડૂતો smartphone દ્વારા સીધા જ સરકાર ની ડિજીટલ સેવા નો લાભ લઇ શકે છે. સરકાર ના કૃષિ,ખેડુત કલ્યાણ અને સહકાર મંત્રાલય દ્વારા ખેડુતો નાં હિત માટે ઘણી યોજનાઓ અમલ મા મુકેલ છે.
આ યોજના ગુજરાત સરકાર દ્વારા હમણા જ અમલ મા આવવાની છે.જેમાં જો કોઈ ખેડૂત પાસે જમીન હોઈ અને તેઓ જો ખાતેદાર હોઈ તો તેઓ ને આ યોજના માં લાભ મળશે. આ યોજના માં જો ખેડૂત 15,000 ની કિંમત સુધી નો કોઈપણ મોબાઈલ ખરીદે તો તેઓ ને તે મોબાઈલ ની કિંમત ના 40% અથવા તો 6,000/- રૂપિયા જે ઓછું હશે તે સહાય સ્વરૂપે આપવામાં માં આવશે.
જેમ કે કોઈ ખેડૂત રૂપિયા 10,000 સુધી નો કોઈપણ મોબાઈલ ખરીદે છે. તે તે ખેડૂત ને 10,000 નાં 40% એટલે કે 4,000 નું રૂપિયા ની સહાય મળવાપાત્ર રહેશે.
પણ જો કોઈ ખેડૂત રૂપિયા 15,000 કરતા વધારે કિંમત નો મોબાઈલ ખરીદે છે જેમ કે 16,000 રૂપિયા નો મોબાઇલ ખરીદે છે તો તે ખેડૂત ને 16,000 માં 40% નહિ પરંતુ તેઓ ને 6,000 રૂપિયા ની સહાય મળવાપાત્ર રહેશે.
પાત્રતા:
આપડા દેશ ના ખેડૂતો ને જો તેઓ Smartphone સહાય યોજના નો લાભ લેવા માંગતા હોઈ તો નીચે મુજબ ની પાત્રતા સરકાર દ્વારા નક્કી કરવામા આવેલ છે.
- ખેડૂત લાભાર્થી ગુજરાત રાજયના વતની હોવા જરૂરી છે.
- જો એક જમીન માં જાજા ખાતેદાર હસે તો પણ કોઈપણ એક ખેડૂત ને જ લાભ મળશે.
- ખેડૂત પાસે તેની માલિકી ની જમીન હોવી ફરજિયાત છે.
- જો ખેડૂત ને સયુંક્ત ખાતા ધરાવતા હોઈ તો તેઓ ને ikhedut-8A માં દર્શાવેલ ખાતેદાર પૈકી એક ને જ લાભ મળવાપાત્ર રહેશે.
- અગર જો ખેડૂત એક કરતાં વધારે ખાતેદાર હોઈ તો પણ તેઓ ને આ યોજના નો લાભ ફક્ત એકજ વાર મળવાપાત્ર રહેશે.
- આ યોજના માં જો ખેડૂત Smartphone ખરીદે તો તેઓ ને ફક્ત Smartphone માટે જ સહાય મલશે બાકી મોબાઈલ ની બીજી કોઈ એસેસરીઝ માટે સહાય મળશે નાય જેમ કે ઇયરફોન, મોબાઈલ કવર, બેટરી બેકઅપ વગેરે પોતાના ખર્ચે ખરીદવું પડશે.
આ યોજના ગુજરાત ના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા અમલ મા મૂકવામાં આવેલ છે જેમાં નીચે મુજબ નાં આધાર પુરાવા રજૂ કરવા પડશે.અને લાભાર્થી એ ikhedut Portal પર Online અરજી કરવાની રહેશે અને આ બધા ડોક્યુમેન્ટ જમા કરવાના રહેશે.
- ખેડૂત લાભાર્થી ની આધારકાર્ડ ની નકલ
- ખેડૂત લાભાર્થી ના બેંક ની પાસબુક ની નકલ
- ખેડૂત ની જમીન ના ડોક્યુમેન્ટ્સ અને 8અ ની નકલ
- ખેડૂત લાભાર્થી નું બેંક ના ખાતા નું રદ કરેલ ચેક
- જે Smartphone ખરીદ્યો હોઈ તે ફોન નું GST વાળું બીલ
- મોબાઈલ ફોન નું IMEI Number
ખેડૂત મોબાઈલ ફોન સહાય યોજના મેળવવા માટે ના અગત્ય નાં નિયમો
આ યોજના માટે ખેડૂત લાભાર્થી એ નીચે મુજબ ના જરૂરી નિયમો પાળવાના રહેશે.
- ખેડૂતમિત્ર એ આ યોજના નો લાભ મેળવવા માટે સૌપ્રથમ ilhedut Portal પર Online અરજી કરવાની રહેશે.પછી અરજી ની પ્રિન્ટ કાઢી ને તેની જોડે બધા આધાર પુરાવા જોડી ને ગ્રામ સેવક ને અરજી આપવાની રહેશે
- ઓનલાઈન અરજી કર્યા બાદ તાલુકા કક્ષા એ તાલુકા અમલીકરણ અધિકારી દ્વારા મજૂરી અપવામાં આવશે.જેમાં આપની અરજી જો મંજૂર થઈ જશે તો લાભાર્થી ને SMS કે Email દ્વારા જાણ કરવામા આવશે.
- જો આપની અરજી મંજૂર થઈ જાય તો લાભાર્થી એ અરજી મંજૂર થાય ના દિન 15 માં મોબાઈલ ફોન ખરીદવો જરૂરી છે.
- પછી જો નક્કી કરેલા સમય મુજબ મોબાઈલ ફોન ની ખરીદી થઈ જાય તો લાભાર્થી ખેડૂત a અરજી પત્રક માં પોતાની સહી કરવાની રહેશે.
- સહી કરેલ અને પૂરેપૂરું ભરેલ અરજી પત્રક સાથે લાભાર્થી ખેડૂત ના બધા જ આધાર પુરાવા ન કાગળો જોડી ને તેઓ ના વિસ્તરણ અધિકારી અથવા ગ્રામ સેવક પાસે અરજી ફોર્મ જમાં કરાવવાનું રહશે.
- આ યોજના અમલ મા આવે પછી નિયત સમય માં મોબાઈલ નું બિલ રજૂ કરવાનું રહેશે.
- આ યોજના માટે ખેડૂત લાભાર્થી એ Online અરજી કરી ને પછી તાલુકા કક્ષા એ તે અરજી ની પ્રિન્ટ કાઢી ને જમાં કરવાની રહેશે.જેમાં વધું માહિતી મેળવવા માટે લાભાર્થી તેમના ગામ ના ગ્રામ સેવક નો સંપર્ક કરી શકે છે.
આ યોજના માટે લાભાર્થી વધુ માહિતી માટે તાલુકા કક્ષા એ વિસ્તરણ અધિકારી ની ઓફીસ ની સંપર્ક કરી શકે છે.અને જો વધુ માહિતી જોઈતી હોય તો આપ જિલ્લા કક્ષા એ જિલ્લા ખેતીવાડી અધિકારી ની કચેરી નો સમ્પર્ક કરી શકો છો.
Official Website- www.ikhedut.gujarat.gov.in
Social Plugin